મોરબીમાં ટ્રાફિક સપ્તાહ ઉજવણી અંતર્ગત વાહન ચાલકોની આંખો તપાસી નિદાન

- text


ટ્રાફિક સપ્તાહ ઉજવણીના બીજા દિવસે મોરબી પોલીસનું સરાહનીય પગલું

મોરબી : મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહ ઉજવણીના બીજા દિવસે હાઇવે પર વાહનચાલકોની આંખો તપાસી નિદાન કરી જરૂરી દવા અને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણીના બીજા દિવસે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોના આંખનું ચેકઅપ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાહનચાલકોની આંખો તપાસી જરૂર જણાય તેવા ને ચશ્માં અને દવાઓ આપવામાં આવી હતી.

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલથી ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે બીજા દિવસે જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શનાળા બાયપાસ પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાથે વાહન ચાલકોની આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સિવિલ હોસ્પિટલના આંખના સર્જને વાહન ચાલકોને સ્થળ પર તપાસી જરૂર જણાય તેવા વાહનચાલકોને આંખના ચશ્માં અને દવાઓ આપી હતી.

- text

આ અંગે ટ્રાફિક પીઆઇ દાફડા એ જણાવ્યુ હતું કે ઘણા વાહન ચાલકો ને આંખોના નંબર હોવા છતાં ચશ્માં વગર વાહનો હંકાર્યા રાખે છે જેથી અકસ્માત નું જોખમ રહે છે જેને પગલે આજે ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે એસ.પી.શ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ વાહન ચાલકો માટે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

વધુમાં આગામી સમયમાં ટ્રાફીક સપ્તાહની ઉજવણી દરમ્યાન વાહનચેકીંગ તથા વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ માટે ઓમ શાંતિ સ્કૂલમાં ટ્રાફિકની જાગૃતિ બાબતે સેમિનાર યોજાશે.

- text