મોરબી જિલ્લાની ૧૪ પૈકી ૪ ગ્રામપંચાયતો સમરસ

- text


સરપંચ પદની રેસમાં ૪૨ ઉમેદવાર : સભ્ય બનવા ૧૮૪ ઉમેદવારો મેદાને

મોરબી : મોરબી જિલ્લામાં આગામી તા. ૪ ફેબ્રુઆરીએ યોજાનાર ૧૪ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ૪ ગ્રામપંચાયતો સમરસ થઈ છે અને બાકીની પંચાયતો માટે સરપંચ બનવા ૪૨ ઉમેદવારો રેસમાં છે અને સભ્યપદ માટે ૧૮૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જો કે આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચાય બસ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની ૧૪ ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતાં ૪ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જેનું ૬ ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવશે, જિલ્લાની ૧૪ પંચાયતો પૈકી ૪ ગ્રામપંચાયત સમરસ બની છે.

- text

ગ્રામપંચાયત દીઠ સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લામાં રામપર પાડાબેકરમાં સરપંચ માટે ૪ અને સભ્યમાં ૯ ઉમેદવાર, ઝીંઝુડામાં સરપંચ માટે ૧ સભ્ય માટે ૯, ઊંટબેટ શામપર માટે સરપંચમાં ૩ સભ્યમાં ૧૬, કેરાળીમાં સરપંચમાં ૧ સભ્યમાં ૭ , ફાટસરમાં સરપંચ માટે ૨ વોર્ડમાં ૧૫, જીવપરમાં સરપંચ માટે ૧ વોર્ડમાં ૮, બેલામાં સરપંચ માટે ૪ વોર્ડમાં ૧૫, ધુનડામાં સરપંચ માટે ૪ વોર્ડમાં ૧૩, ભડિયાદમાં સરપંચ માટે ૭ વોર્ડમાં ૨૯, ધૂળકોટમાં સરપંચ માટે ૫ અને વોર્ડમાં ૨૩, જીવપરમાં સરપંચ માટે ૧ અને વોર્ડમાં ૮, આમરણમાં સરપંચ માટે ૫ વોર્ડમાં ૨૫, ડાયમંડ નગરમાં સરપંચ માટે ૧ અને વોર્ડમાં ૮ અને લીલીયામાં સરપંચ માટે ૨ તથા નાગલપરમાં વોર્ડ માટે ૨ જ્યારે જેતપરમાં વોર્ડ માટે ૧૫ ફોર્મ ભરાયા હતા. જ્યારે ટંકારાના ગજડી, મોરબીના ઝીંઝુડા, જીવાપર, અને ડાયમંડ નગર ગ્રામપંચાયત સમરસ જાહેર થઈ હતી.
દરમિયાન આવતીકાલે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે અને ૪ ફેબ્રુઆરીના રોજ મતદાન બાદ ૬ ફેબ્રુઆરીએ તમામ ગ્રામપંચાયતોના પરિણામ જાહેર થશે.

- text