ગુજરાત હાઈકોર્ટ અને સાબરમતી જેલની મુલાકાત લેતા મોરબી નવયુગ લો કોલેજના સ્ટુડન્ટ

- text


હાઇકોર્ટ અને સાબરમતી જેલની રૂબરૂ મુલાકાતથી વિદ્યાર્થીઓ રોમાંચ

મોરબી : મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓને થિયરીકલ અભ્યાસની સાથે સાથે પ્રત્યક્ષ માહિતી મળે એ હેતુથી ગુજરાત હાઇકોર્ટ અને સાબરમતી જેલની રૂબરૂ મુલાકાત કરાવવા એજ્યુકેશન ટુરનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવયુગ લૉ કૉલેજના વિદ્યાર્થીઓ માટે ગુજરાત હાઈકોર્ટ, એફએસએલ લેબ અને સાબરમતી જેલની પ્રત્યક્ષ મુલાકાત માટે એજ્યુકેશન ટુરનું આયોજન કરાયું હતું જેમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

- text

મોરબી નવયુગ લૉ કોલેજ ના પ્રિન્સીપલ ડૉ.હેતલ ઉનડકટ અને લેકચરર ડૉ.હિતેશભાઈ ઝાલાએ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે મહામહેનતે પૂર્વ મંજૂરી મેળવી ગુજરાત હાઈકોર્ટ,એફએસએલ, અને સાબરમતીજેલની પ્રત્યક્ષ મુલાકાત કરાવી હતી.
જેમા હાઈકોર્ટમા થઈ રહેલી દલીલો બતાવ્યા બાદ ફેમીલી કોર્ટની મુલાકાત લેવડાવી હતી અને હકીકતમા કોર્ટના પ્રોટોકોલ અને કાયદા ત્થા કોર્ટનુ સમાજમા અને ન્યાય માટે કેટલુ મહત્વ છે તે અંગે સમજણ આપી હતી.

આ મુલાકાત માટે લો કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.હેતલ ઉનડકટ અને ડૉ.હિતેષભાઈ ઝાલા એ ખુબ મહેનત કરી મહામહેનતે મંજુરી મેળવી કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ને કાયદાકીય માળખુ બતાવતા વિદ્યાર્થીઓ રોમાંચિત થયા હતા.

- text