મકનસર રેલવે સ્ટેશનને સુવિધા સભર બનાવતા સ્ટેશન માસ્તર

- text


ગ્રામપંચાયતના સરપંચ – ઉપસરપંચ સહિતની ટીમનો સહયોગ મળતા રેલવે સ્ટેશન હરિયાળું બન્યું

મોરબી : મોરબી વાંકાનેર વચ્ચે આવેલ નાના એવા મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર અને ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચની ટીમના સહિયારા પ્રયાસોથી રેલવે સ્ટેશન નમૂનેદાર બન્યું છે.

નાના એવા મકનસર ગામમાં રેલવે સ્ટેશનનો અસંખ્ય લોકો લાભ લઇ રહ્યા હોય સ્ટેશન માસ્તર શ્રી રંગપરિયા દ્વારા રેલવે સ્ટેશનને નમૂનેદાર બનાવવા નક્કી કરી પ્લેટફોર્મ અને વેઇટિંગ લોન્જમાં રંગ રોગના અને અન્ય સુવિધા વિકસાવવાની સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી દીવાલોમાં પ્રેરણાત્મક લખાણો અને ચિત્રો દોરાવી મુસાફરો માટે સુવિધા ઉભી કરવાની સાથે સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યા છે.

- text

મકનસર રેલવે સ્ટેશનને નમૂનેદાર બનાવવામાં ગ્રામપંચાયતના સરપંચ માવજીભાઈ દારોદ્રા અને ઉપસરપંચ સહિતના સેવાભાવી લોકોનો સહયોગ મળતાં સ્ટેશની બહાર વૃક્ષો વાવી હરિયાળી લાવવામાં આવી છે અને સ્ટેશનમાં શીતળ પાણી અને છાંયડો મળે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

આમ, ગ્રામજનોના સહયોગ અને ફરજનિષ્ઠ રેલવે સ્ટેશન માસ્તરને કારણે મકનસરના નાગરિકોને નમૂનેદાર રેલવે સ્ટેશનની ભેટ મળી છે.

 

- text