મોરબીના મકનસર ગામની સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના મકનસર ગામે રહેતી સગીરાનું અપહરણ થતા સગીરાના પિતાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તાલુકા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મકનસર ગામે રહેતી સગીરાના પિતાએ જણાવ્યું હતું કે લુણસર ગામનો રહેવાસી આરોપી પીન્ટુ કનું રજપૂત નામનો શખ્શ તેની ૧૪ વર્ષની સગીર દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો છે.

- text

આ મામલે મોરબી તાલુકા પોલીસે સગીરાના અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text