ટંકારા : બાળકોના ચહેરા પર સ્મિત લાવવા યુવાનો દ્વારા મકરસંક્રાંતિની અલગ ઉજવણી

- text


ટંકારા : મકરસંક્રાંતિ ને ઉજવણી અનેક લોકો પતંગ ચગાવી તેમજ સાથે સારા ગીતો વગાડીને માણતા હોય છે. ત્યાર આજના સમયમાં અનેક ગરીબ પરિવારના બાળકો નિરાશા સેવી ને નજારો જોતા રહે છે. ત્યારે અનેક ગ્રુપ થતા મિત્રો ગરીબ બાળકો પણ તહેવારને ઉત્સાહ આનંદ ની સાથે ઉજવે એ અર્થ યુવાનો દ્વારા અલગ રીતે મકરસંક્રાંતિ ની ઉજવણી કરાઇ.

- text

ત્યારે ટંકારાના રામપર ગામના શિક્ષક જગદીશભાઇ રાણવા દ્વારા બાળક ના મુખ પર હાસ્ય આવી જાય અને તે પણ સામાન્ય માણસ ની જેમ તહેવાર ઉજવી શકે તેટલા માટે મકરસંક્રાંતિ ની ઉજવણી ગરીબ બાળકો ને પતંગ દોરો,સ્વેટર,અને બિસ્કીટ નું વિતરણ શિક્ષક જગદીશભાઇ રાણવા તથા તેમના સાથી મિત્રો દ્વારા કરી ને ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવી ઉત્તરાયણની પ્રણાદાઈ ઉજવણી કરી હતી.

- text