મોરબી જિલ્લામાં એક વર્ષમાં રોડ અકસ્માતોથી 187 લોકોના મોત

- text


નવયુગ લો કૉલેજના છાત્રો દ્વારા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમમાં પીઆઇ એ આપેલી માહિતી : ટ્રાફીક ભંગ બદલ રૂ. 1.26 કરોડનો દંડ અને 2960 વાહનો ડિટેઈન કર્યા

મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના છાત્રો દ્વારા ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એ ડિવિઝન પોલીસે વર્ષભર ટ્રાફિકની કામગીરીની માહિતી આપીને લોકોમાં સ્વયમ ટ્રાફિકની જાગૃતી આવે તો જ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે.

- text

મોરબી નવયુગ લો કોલેજના છાત્રો દ્વારા લોકોમાં ટ્રાફિક બાબતે સ્વયં જન જાગૃતિ આવે તે માટે અવરનેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ જુદા જુદા માર્ગ પર ઉભા રહીને લોકો ને ટ્રાફિક બાબતે જાગૃત કર્યા હતા.બાદમાં આ અંગેના સરદારબાગ પાસે યોજાયેલા કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી.બન્નો જોશી, એ ડિવિઝન પી.આઈ.ચૌધરી, ટ્રાફિક પી.આઈ.દાફડા અને કોલેજ ના પ્રિન્સિપાલ હેતલબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે ડીવાય એસ પી બન્નો જોષી એ કહયુ હતું કે, પોલીસ ટ્રાફિક બાબતે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે પરંતુ ટ્રાફિક નિરાકરણ માટે લોકોને વધુ જાગૃત બનવું પડશે.જયારે એ ડિવિઝન પી આઈ ચૌધરી એ વર્ષ ભરની પોલીસે ટ્રાફિક ને સંબંધિત કરેલી કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું હતું કે, આખા વર્ષમાં પોલીસ ટ્રાફિકનો કુલ રૂ. 1.26 કરોડનો દંડ કર્યા હતો.અને 2960 વાહનો ને ડિટેઈન કર્યો હતા.જયારે અકસ્માતોથી 187 લોકોના મોત થયા છે. અને 180થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ ગંભીર બાબત છે. અમે દંડ કરીએ છતાં ટ્રાફિક માં સુધારો આવતો નથી. પોલીસ માટે ટ્રાફિકનું પાલન કરાવવુ અઘરૂ છે. તેથી ટ્રાફિકની સમસ્યા માટે લોકો સ્વયં જાગૃત થશે તો ઉકેલ હાથવેંત માં જ છે. જયારે ટ્રાફિક પીઆઇ દાફડા એ જણાવવ્યું હતું કે, જે સ્કૂલના વિધાર્થીઓ લાયસન્સ વગર વાહનો ચલાવતા તેમની સામે આગામી સમયમાં ઝુંબેશ હાથ ધરાશે.

- text