મોરબીમાં એસટી કર્મીએ ગોંડલના આધેડનું રૂ.6500 ભરેલું પાકીટ પરત કર્યું

- text


આધેડ તેના વતન ભાવપરથી પરત ફરતા હતા ત્યારે પાકીટ પડી ગયું હતું

મોરબી એસટી ડેપોમાં ગોંડલના એક આધેડનું રૂ.6500 ભરેલ પર્સ બસમાં પડી ગયું હતું જે  ભાવપર મોરબી રૂટના બસ કંડકટરને મળતા તે પર્સ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું

- text

મૂળ મોરબીના ભાવપર ગામના અને હાલ ગોંડલ રહેતા નરેન્દ્રભાઈ રામજીભાઈ પટેલ તેના વતન ભાવપર ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે નવા બસ સ્ટેન્ડ પાસે બસમાંથી ઉતરતી વખતે તેમના ખિસ્સ્માંથી પાકીટ પડી ગયું હતુ.મોરબી ભાવપર રૂટના કંડકટર હસુભાઈ રાવલને બસમાંથી આ પર્શ મળી આવતા તેની તપાસ કરતા રૂ.6500 રોકડ,એટીએમ,આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તેમાં પડ્યા હતા આ દરમિયાન નરેન્દ્રભાઈએ મોરબી એસટી ડેપોમાં જાણ કરી હતી.જેથી હસુભાઈએ તેમનો સંપર્ક સાધી રોકડ રકમને તમામ ડોક્યુમેન્ટ  પરત કરી પ્રામાણિકતા દાખવી હતી આ કામગીરી બદલ હસુભાઈને એસટી ડેપો મેનજર અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા

- text