મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાન્યુઆરી માસમાં ટ્રાફિક કેસોનો સપાટો બોલાવ્યો : ૫૯૭ કેસ

- text


આરટીઓ અને હાજર દંડ વસૂલી સરકારમાં દોઢ લાખથી વધુ જમા કરાવ્યા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવા વર્ષના પ્રારંભમાં જ સપાટો બોલાવી ટ્રાફિક નિયમન મુદ્દે કડક વલણ અપનાવી ચાલુ માસમાં ૯ દિવસના ગાળામા જ ૫૯૭ જેટલા કેસ કરી સરકારની તિજોરીમાં દોઢ લાખથી વધુ રકમના દંડની વસુલાત જમા કરાવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા જાન્યુઆરી-૨૦૧૮ માસના પ્રથમ સપ્તાહ દરમ્યાન શહેરના પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરવાની ઝુંબેશ ચલાવવામાં આવેલ જેમાં ટ્રાફિક પોઇન્ટ પર કામ કરતા સ્ટાફ તથા પો.સ્ટે. ના પીઆઇ, પીએસઆઇ તથા બીટ ઇન્ચાર્જ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ અને તેમના સ્ટાફ અને ડી સ્ટાફ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઇવ રાખી કામગીરી કરવામાં આવેલ જેમાં વાહન ચાલકો દ્વારા મોટર વ્હીકલ એકટ ના કાયદાના ભંગ બદલ હાજર દંડ, આર.ટી.ઓ. દંડ, એન.સી.કેસ તથા વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

- text

ઝુંબેશ દરમિયાન કુલ ૫૯૭ એન સી. કેસ કરી રૂ. ૮૫૯૮૦ કુલ હાજર દંડ વસૂલી ૪૫ વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે અને ડીટેઇન કરેલ વાહનોને આરટીઓ મારફતે ૮૮૬૮૦ રૂપિયા દંડ ભરાયેલ છે.

શહેરની પ્રજાજનોને અપિલ કરતા પી આઈ ચૌધરી એ જણાવ્યું હતું કે વાહન પાર્કીંગના નિયમોનું પાલન કરો, વાહનની નંબર પ્લેટ આરટીઓ ના નિયમ સુચના મુજબની લગાડવામાં આવે, કાર જીપ વગેરે વાહનોમાં કાળા કાચ પર બ્લેક ફીલ્મ ના લગાવે. તથા શહેરમાં વનવે રસ્તાઓ અને એકી બેકી વાહન પાર્કીંગના નિયમોનું પાલન કરી સહકારી આપે.

 

- text