મોરબીમાં રિક્ષાચાલકના સ્વાંગમાં લોકોને ખંખેરતી ચંડાળ ચોકડી ઝડપાઇ

- text


મુસાફરના સ્વાંગમાં રાજકોટના બે મહિલા અને પુરુષ ગમે તેના ખિસ્સા હળવા કરી નાખતા

મોરબી : શિકારની શોધમાં રાજકોટથી મોરબી સીએનજી રીક્ષા લઈને લોકોના ખિસ્સા હળવા કરી નાખતી રાજકોટની ચંડાળ ચોકડીને ઝડપી લેવામાં મોરબી એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જો કે આ ગુન્હાના કામે પણ મોરબી પોલીસે વધુ એક વખત અગાઉ આરોપી ઝડપી લઈ બાદમાં ગુન્હો નોંધી પોતાની જૂની આદત યથાવત રાખી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીમાં સીએનજી રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસી બે મહિલા અને બે પુરુષ ગાંઠિયાએ અનેકના ખિસ્સા હળવા કરી નાખતા હોવાથી આ ગઠિયાઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે પકડાયેલા આરોપીઓમાં કિશન વિનુભાઈ દેત્રોજા, ઉ.૨૨, રેખા ઉર્ફે કાજલ કિશન દેત્રોજા ઉ.૨૧, મંજુબેન ધીરુભાઈ રાઠોડ, ઉ.૬૦ રે.ત્રણેય ૨૫ વરિયા પ્લોટ, ફિલ્ડ માર્શલ વાડી પાછળ, મોરબી રોડ જકાત નાકા, રાજકોટ અને મહેશ જેન્તીલાલ કુવારીયા, ઉ.૧૯ રે.સાગર નગર,સંત કબીર રોડ યાર્ડ પાછળ રાજકોટ વાળા મોરબી આવી નવા- જુના બસ સ્ટેન્ડ, ગેંડા સર્કલ કે વિજય ટોકીઝ નજીક મુસાફર ને ફસાવી ખિસ્સા હળવા કરી નાખતા.

- text

વધુમાં પોલીસે ચારેય આરોપીઓની અંગ ઝડતી કરી ૩૪૦૦ રોકડા અને ગુન્હામાં વપરાયેલ રિક્ષા કિંમત રુપિયા ૨૫૦૦૦ મળી ૨૮૪૦૦ નો મુદામાલ કબ્જે લઈ ચારેયની કડક પૂછપરછ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ ચારેય ઈસમો અન્યોને હવા ઓછી છે, પોલીસ આગળ છે જેવા બહાના કરી મુસાફરોને લૂંટતા અને આજે સવારે જ આવા જુના એક કિસ્સામાં અમદાવાદના પટેલ ફરિયાદીની ફરિયાદ લઈ પોલીસે ચારેય આરોપીઓની આગવી પૂછપરછ શરૂ કરી છે.

- text