મોરબીમાં પ્રેમલગ્નના મન દુઃખ માં યુવાન પર હુમલો

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર ગઈકાલે પ્રેમલગ્નનો ખાર રાખી સામે કર્મ જુવે છે કહી યુવતીના કાકાએ યુવતીના જેઠ ઉપર છરી વડે હુમલો કરતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ખીમજીભાઈ ચમનભાઈ સોલંકી ઉ.૩૧ ના નાનાભાઈએ હિમાંશુભાઈ રસિકભાઈ મકવાણા રહે. વાલ્મીકીવાસ વાળાના ભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ખીમજીભાઈ પોતાના કામ અર્થે રવાપર રોડ રાજ બેંક નજીક હોય દરમિયાન હિમાંશુભાઈએ તેની પાસે આવી મારા સામું કેમ જોવે છે તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુંનો મારમારી ખીમજીભાઈને છરીના છરકા કરી શરીરે મુંઢ માર ઈજા કર્યાની ફરિયાદ ખીમજીભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.

- text

હુમલા અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text