વાંકાનેરમાં મકાનની ભાગ બટાઈ મુદ્દે સગા ભાઈ – બહેન વચ્ચે મારા મારી

- text


આગલા ઘરની પુત્રીને મકાન આપવાને કારણે સગા ભાઈ ભાભીએ બહેન બનેવીને ગાળો ભાંડી હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરના વેલનાથનગરમાં રહેતા સગા બેન અને બનેવી પર સગા સાળા અને સાળાવેલી સહિતનાઓએ હુમલો કરી ગાળો ભાંડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વેલનાથ નગરમાં રહેતા રોશનબેન યુનુસભાઈ અને યુનુસભાઈ દિલાવરભાઈ ઉપર વાકાનેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા સાળા રફીકભાઈ ઇબ્રાહિમભાઈ અને રેખાબેન રફીકભાઈએ ગાળો આપી હુમલો કર્યો હતો.

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં રોશનબેનની આગલા ઘરની પુત્રીને રોશન બેન પોતાના હિસ્સાનું મકાન રહેવા માટે આપતા તેમના સગાભાઈ રફીક અને તેમના પત્નીને આ બાબત ન ગમતા આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી રફીકભાઈ અને તેમના પત્ની વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪ અને ૫૦૬ (૨) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text