મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાનોત્સવ મોટી ભેટ : ચૈતન્ય સ્વરૂપ સ્વામી

- text


આજ દિન સુધી મોરબી હોનારતથી ઓળખાતું હવે જ્ઞાનોત્સવથી : સાંઈરામ દવે

મોરબી : મોરબીના આંગણે યોજાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપનો દબદબાભેર પ્રારંભ થયા બાદ શુક્રવારે સાંજના સેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ચૈતન્યસ્વરૂપદાસજીએ કહ્યું હતું કે મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્ઞાનોત્સવ મોટી ભેટ છે, તો જાણીતા હાસ્ય કલાકાર અને ચિંતક સાંઈરામ દવેએ જ્ઞાનોત્સવ મોરબીની નવી ઓળખ બની હોવાનું જણાવ્યું હતું.

શુક્રવારે સવારે જ્ઞાનોત્સવનો મંદબુદ્ધિના બાળકોના વાલીઓના હસ્તે મંગલ પ્રારંભ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સવારના સેશનમાં જાણીતા કોલમિસ્ટ અભિમન્યુ મોદી અને કટાર લેખક જય વસાવડાએ યુવાનોને પ્રેરક ઉદબોધન કર્યું હતું.

બાદમાં સાંજના સેશનમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત જ્ઞાનોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચૈતન્યસ્વરૂપદાસજીએ ખૂબ જ સુંદર અને સરળ ભાષમાં યુવાનોને જુદા-જુદા દ્રષ્ટાંતો આપી જીવન ઘડતર કરવા પ્રેરક પ્રવચન આપ્યું હતું તો જાણીતા હાસ્યકલાકાર અને ચિંતક તેમજ કર્મે શિક્ષક એવા સાંઈરામ દવે એ આજના સમયમાં બાળકોના જીવન ઘડતર અંગે વકીઈને સોનેરી સલાહ આપી હતી.

- text

આ તકે ખાસ વાતચીતમાં સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજીએ કહ્યું હતું કે મોરબીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ જ્ઞાનોત્સવ ખૂબ જ મોટી ભેટ છે, મોરબી પાસે બધું છે સંપત્તિ છે, અઢળક પૈસો છે, ઉદ્યોગો છે પરંતુ સૌથી મોટી કોઈ વસ્તી છે તો એ આ જ્ઞાનોત્સવ છે જ્ઞાનોત્સવ સમિતિ કોઈપણ જાતના સ્વાર્થ વગર દિવસ રાત એક કરી યુવધાનના જીવન ઘડતર માટે જે આ ભગીરથ કાર્ય કરી રહી છે તે ખૂબ જ મોટી વેટ છે.

એ જ રીતે હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મોરબી હોનારતના કારણે ઓળખાતું હતું પરંતુ જ્ઞાનોત્સવના આયોજન બાદ હવે મોરબીની ઓળખ જ્ઞાનોત્સવ બની છે, જ્ઞાનોત્સવના આયોજન અંગે તેમને જણાવ્યું કે અત્યાર સુધી અનેક લોકડાયરા કે હસાયરાના કાર્યક્રમો જોયા છે પરંતુ ગુજરાતના તત્વચિંતકોના, વિચરકોના વિચારોને સાંભળવા આટલી મોટી સંખ્યામાં યુવાનો આવતા અહીં જ જોયા છે શ્રોતાઓની શાલીનતા અને કાર્યક્રમ તલ્લીનતાથી સાંભળવા પ્રબળ ઇચ્છાશક્તિને કારણે આ જ્ઞાનોત્સવ યુવાનો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહેનાર જોવાનું જણાવી આટલા સરસ આયોજન બદલ યંગ ઇન્ડિયા ગ્રુપ અને જ્ઞાનોત્સવ સમિતિના સભ્યોને શાબાશી પણ પાઠવી હતી.અને 30 ટકા સાથે ના ભવ્ય પુસ્તક મેળા માં મોટી સંખ્યા માં લોકો એ મોડ રાત સુધી પુસ્તકો ન ખરીદી કરી હતી

- text