મોરબીમાં મોબાઇલની દુકાન માં દોઢ લાખના મોબાઈલ અને દસ હજાર રોકડની ચોરી

- text


મોરબી : મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ મોબાઇલની દુકાનમાં ત્રાટકી તસ્કરો દોઢ લાખના મોબાઈલ અને ૧૦ હજાર રોકડની ચોરી કરી જતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ જલારામ ટેલીકોમ નામની દુકાનમાં તા.૩ ના મોડીરાત્રીના તસ્કરો પાછળ બારણાના નકુચા તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રહેલ મોબાઈલ નંગ-૯ કીમત-૧,૫૦,૨૩૦ તથા રોકડ રકમ ૧૦,૦૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ દુકાન માલિક ભરતભાઈ મંગળદાસ ભારવાણીએ નોંધાવી છે.

- text

ચોરીની આ ઘટના મામલે મોરબી એ.ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text