હળવદ નજીક લકઝરી વાન અને ટ્રક વચ્ચે અકસ્માત

- text


હળવદ : હળવદ – અમદાવાદ હાઇવે ઉપર લકઝરી વાનના ચાલકે ટ્રક સાથે અકસ્માત કરતા આ મામલે ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવી છે.

- text

જાણવા મળ્યા મુજબ અમદાવાદ- હળવદ હાઇવે ઉપર નવા ધનાળા ગામ નજીક લકઝરી વાન નં જી.જે.૦૧-ડી-એક્સ-૧૧૮૮ વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ભચાઉના નૂરમામદભાઈ કાસમભાઈ હાજીમના ટ્રક નંબર જી.જે.૧૦-ડબ્લયુ -૫૦૬૫ વાળીને પાછળના ભાગે જમણી બાજુ અથડાવી દઇ તેમને ડાબા પગે ઢીંચણના ભાગે મુઢ ઇજા પહોચાડી નાશી જતા આ મામલે હળવદ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

 

- text