માળીયાના અંજીયાસરમાં દેશીદારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી પોલીસ

- text


દેશીદારૂ, આથો સહિત રૂ.૧૦૩૪૦ નો મુદામાલ ઝડપાયો

માળીયા : માળીયા પોલીસે દારૂ જુગારની બદી નાબૂદ કરવા હાથ ધરેલી ઝુંબેશમાં અંજીયાસર ગામેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ૧૦૩૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ માળીયા પોલીસે બાતમીના આધારે અંજીયાસર ગામે દરોડો પાડી ઉમેદ ઇબ્રાહિમ મોવર નામના શખ્સની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી , આથો, તૈયાર દેશી દારૂ સહિત કુલ મળી ૧૦૩૪૦ નો મુદામાલ કબ્જે કરી આરોઇ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text