પંચાસર ચોકડી પર અકસ્માતની ઘટનામાં ૧૦૮ સમયસર ન આવતા બાળકે જીવ ગુમાવ્યાના આરોપ

- text


મોરબીમાં ૧૦૮ પહેલા યમરાજ પહોંચે !

મોરબી : મોરબીમાં છેલ્લા થોડા સમયથી ૧૦૮ ની સેવા સામે સવાલ ઉઠી રહ્યા છે એમા આજે પંચાસર રોડ ઉપર અકસ્માત બાદ કલાક સુધી ૧૦૮ ના આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, દુઃખની વાતતો એ હતી કે અકસ્માત બાદ જાગૃત નાગરિકે ૧૦૮ ને ફોન કરતા ટંકારાથી મોરબી પહોંચતા તેને કલાક થશે તેવો જવાબ આપતા ૧૦૮ ઉપર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. અને ૧૦૮ પહોંચે તે પહેલાં યમરાજ પહોંચી ગયા હતા.

જાણવા મળ્યા મુજબ આજે પંચાસર ચોકડી નજીક ૧૩ વર્ષના માસુમ બાળકને ટ્રકે હડફેટે લીધા બાદ ૧૦૮ ને વારંવાર ફોન કરવા છતાં પણ ૧૦૮ એમ્બ્યુલન્સ ન આવતા અંતે ખાનગી કારમાં બાળકને સારવારમાં લઈ જવો પડ્યો હતો.

- text

પરંતુ અત્યંત ગંભીર હાલતમાં રહેલા બાળકની સ્થિતિ વધુ નાજૂક જણાતા કાર ચાલક જાગૃત નાગરિકે ફરી એકવાર ૧૦૮ ના ડ્રાંઇવર સાથે વાત કરી હતી ત્યારે આ ડ્રાંઇવરે ઉડાવ જવાબ આપી પોતે ટંકારા છે અને મોરબી પહોંચતા હજી એક કલાક થશે તેવો જવાબ આપ્યો હતો.

જો આજે સમયસર ૧૦૮ એમ્બ્યુલન્સ મોરબી અકસ્માત સ્થળે પહોંચી હોત તો કોઈ નો લાડકવાયો કુલદીપક કદાચ બચી શક્યો હોત.

- text