હડમતિયા : બાળકોઅે સ્મશાનમાં સફાઈ અભિયાન હાથ ધરી સ્વર્ગસ્થ વડીલોને યાદ કર્યા

- text


સ્મશાનના મેનેજમેન્ટ સમિતિના સામાજિક કાર્યકર રમેશ ઠાકોરે બાળકોને અભિનંદન પાઠવ્યા

હડમતિયા : ટંકારા તાલુકાના હડમતિયામાં હાલ દર રવિવારના રોજ બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ રમતા બાળકોએ સમાજને નવો રાહ ચીંધી સ્મશાનભૂમિને સ્વચ્છ બનાવવા શ્રમયજ્ઞ કરી મુક્તિધામને ચોખ્ખુ ચણાક બનાવી દીધું હતું.

હડમતીયા ગામેં ક્રિકેટ ટુર્નામેન્ટ પુરી થતા બાળકોને વિચાર આવ્યો કે આપણે આપણા ગામનુ સ્મશાન સફાઈ કરીઅે અને આપણે આપણી ૧૨/૧૪ વર્ષની ઉંમરમા સ્મશાન કેવુ હોય તેનો પણ આપણને પરિચય થાય. બાળકોઅે આ વાત ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક ધાનજાભાઈ અને સામાજિક કાર્યકર રમેશભાઈ ઠાકોર, ટંકારા તાલુકા ઉપપ્રમુખ જીવણસિંહ ડોડીયાને જણાવતા બાળકોના મનમા રહેલ ભુત-પિચાસ, ડાકણ સ્મશાનમા હોય તેવો ડર દુર થાય અને સ્મશાનમાં સફાઈ અભિયાનનુ સપનુ પણ સાકાર થાય તે હેતુથી બાળકોને હા કહેતા જ બાળકો ગેલમા આવી ગયા હતા.

- text

જેમાં લગભગ ૩૫-૪૦ થી વધારે બાળકોઅે ભાગ લીધો હતો અને અંતિમધામ સ્મશાન મહાદેવની ભુમીએ એક વાસ્તવીક ભૂમિ છે જેને સમજી દરેક વ્યક્તિએ એક દિવસ ત્યાં જવાનું છે જેથી ઘરની જેમ આ સ્થળની પણ સાફ-સફાઈ રાખવી જરુરી છે.

બધાઅે આ વાત સમજવવી જરુરી છે કે એક દિવસ બધાએ અહીં આવવાનુ છે તો જીવન કેવી રીતે જીવવુ તે પોતાએ નક્કી કરવાનું છે માટે સ્માશાનથી ડરવાની જરુર નથી પણ અહીં ચોખ્ખાઈ રાખવાની જરુર છે. અને અમુક સમજુ બાળકોઅે તો સરસ મજાની વાત કહી મોટેરાઅોને ચકિત કરી દીધા હતા કે….” શું આત્મા અમર છે…? જો આત્મા અમર હોય તો આ જ સ્મશાનભુમી પર આપણા દાદા પરદાદાઅોનો અગ્નિસંસ્કાર થયા છે ફક્ત દેહનો નાશ થયો છે પણ આત્મા અમર હોય અને સફાઈ અભિયાનમાં અેક રાખનો કણ પણ આપણા મસ્તક પર લાગી જાય તો આપણા દાદા પરદાદાના આશિર્વાદ મળી ગયા અેમ સમજો અને આપણો બેડો પાર થઈ જાય.

બાળકોને આ વાતનું જ્ઞાન પણ મળ્યું અને સ્મશાનમા ભુત-પ્રેતનો ભય પણ દુર થયો અને સ્મશાન અરિસા જેવુ ચોખ્ખું ચણાખ બનાવી દીધું હતું.

- text