મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત જનરલ નોલેઝ કસોટી યોજાઈ

- text


મોરબીની ૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબીમાં દરવર્ષે યુવા વર્ગના સાંસ્કૃતિક,સામાજીક અને વ્યક્તિત્વ વિકાસ સાધવાના ભાગ રૂપે દરવર્ષે યુવા જ્ઞાનોત્સવ યોજવામાં આવે છે જેમાં આ વખતે એક નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી જ કસોટી યોજવામાં આવી હતી જેમા મોરબીની ૫૦ જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓ,યુવાનોમાં આજના આ સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે હેતુ થી મોરબીના વિદ્યાર્થીઓ યુવાનો કોમ્પીટીટીવ એકઝામમાં સફળતા મેળવતા થાય એવા આશયથી નિર્મલ વિદ્યાલય-મોરબી ખાતે 15 વર્ષથી નીચે અને 15 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ માટેની કસોટી યોજવામાં આવી હતી.આ સ્પર્ધાત્મક કસોટીમાં મોરબીની જુદી જુદી 50 શાળાના વિદ્યાર્થીઓએ આ 100 માર્કની કસોટી આપી પોતાના જ્ઞાનની ચકાસણી કરવામાં આવેલ,કસોટી આપનાર તમામને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

- text

આ સ્પર્ધામાં 15 વર્ષથી ઉપર માં શેરશિયા માનસી જગદીશભાઈ (તપોવન વિદ્યાલય) પ્રથમ નંબર, નકુમ શીતલ રણછોડભાઈ બીજો નંબર, દવે મૈત્રી દિલીપભાઈ (નવયુગ વિદ્યાલય) ત્રીજો નંબર, તેમજ 15 વર્ષથી નીચેમાં નાયકપરા શિવાંગી વિજયભાઈ (નિર્મલ વિદ્યાલય)પ્રથમ નંબર, કોરિગા રાધે વિજયભાઈ (નિર્મલ વિદ્યાલય) બીજો નંબર અને લોરિયા પાર્થવી મનજીભાઈ ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ હતો, પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનારને તા.5 થી 7 જાન્યુઆરી 2018 ના રોજ મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવશે.

- text