મોરબીમાં યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન યોજાશે

- text


મોરબી : આગામી જાન્યુઆરી માસમાં તારીખ 5 થી 7 સુધી  યોજાનાર યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત તા. 7 જાન્યુઆરી ના રોજ મહિલાઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનુ આયોજન કરવામાં આવશે આ માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ૫ થી ૭ જાન્યુઆરી દરમિયાન પટેલ સમાજ વાડી, શનાળા ખાતે યુવા જ્ઞાનોત્સવ નું આયોજન કરાયું છે આ ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના અલગ-અલગ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વક્તવ્ય આપવામાં આવશે તેમજ ભવ્ય પુસ્તકમેળો, વકતૃત્વ સ્પર્ધા, તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનુંપણ આયોજન કરવામાં આવ્યું છે.

ખાસ કરીને યુવા જ્ઞાનોત્સવ દરમિયાન તા. 7 જાન્યુઆરી ના રોજ મહિલાઓ માટે વિના મૂલ્ય હેલ્ધી ફૂડ કોમ્પિટિશન યોજાશે જેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે,

- text

રજીસ્ટ્રેશન માટે આગામી ૧ જાન્યુઆરી સુધીમાં નીચેના સ્થળે સંપર્ક કરવો.

૧) અવધ સોસાયટી શેરી-૪ કન્યા છાત્રાલય સનાળા રોડ મોરબી, ધરતીબેન બરાસરા મો. ૯૮૨૫૯ ૪૧૭૦૪

૨)  ભવાનિકુંજ ,કાલિકા પ્લોટ-૧, રાજ બેન્ક વાળી શેરી, રવાપર રોડ,મોરબી , કાજલબેન ચંડીભમર ૯૮૨૫૪ ૮૮૭૩૩

૩) આસ્થા, બી-701, નરસંગ ટેકરી મંદિર પાછળ, રવાપર રોડ, મોરબી, મંજુલાબેન દેત્રોજા ૯૬૦૧૭ ૨૮૮૦૦

૪) સંદેશ બ્યુરો ઓફીસ, બાલાજી કોમ્પ્લેક્સ પહેલો માળ ,કબીભી બેકરી ઉપર,  રામચોક, મોરબી ફોન. ૦૨૮૨૨ ૨૨૧૧૩૩

- text