ચરાડવા ગામે નાદુરસ્ત રાષ્ટ્રીય પક્ષીને જીવદયા પ્રેમીએ બચાવ્યા

- text


ચરાડવા વનવિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષીને હળવદના પશુ દવાખાને સારવાર અપાઈ

હળવદ અપડેટ : હળવદ તાલુકાના ચરાડવા ગામની વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી બિમાર પડેલાં રાષ્ટ્રીય પક્ષી મોરને ગામના ખેડુત અને જીવદયા પ્રેમી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હળવદના પશુ દવાખાને લવાયો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામના ખેડુત જયંતિભાઈ વાડીએ જતા હતા તે દરમિયાન તેમણે એક ભારત દેશનુ રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરને બિમાર હાલતમા જોઈ હળવદ વનવિભાગની ટીમને જાણ કરતા ઘુડખર અભિયાનના અધિકારી શ્રી ગૌસ્વામી તથા વન વિભાગની ટીમ તાત્કાલીક ચરાડવા ગામે દોડી આવી હતી અને રાષ્ટ્રીય પક્ષી મોરને હળવદ પશુ દવાખાને લાવી પશુ તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
હળવદના પશુ દવાખાનાના ડૉ એન.ટી. નાયકના જણાવ્યા અનુસાર હાલ મોરને સારવાર માટે થોડાક દિવસ સુધી રાખવામાં આવશે ત્યારબાદ તેને ચરાડવા ગામે ફરી જે-તે વાડી વિસ્તારમાં છોડી દેવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકામાં બિમાર તેમજ ઘાયલ થયેલાં પશુ તેમજ પક્ષીઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો બનવા પામ્યો હતો જેમાં એક રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવવાનો પ્રયાસ ચરાડવાના જીવદયાપ્રેમી તેમજ ખેડુત જયંતિભાઈએ કર્યો હતો.

- text