હળવદના વોર્ડ ન.1ના રાજગોર વિસ્તારમાં ગંદુ પાણી આવતા મહિલાઓમાં રોષ

- text


છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણી આવતા સ્થાનિક મહિલાઓ રજુઆત કરવા પાલીકાએ દોડી ગઈ

હળવદ અપડેટ : હળવદમાં કેટલાય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતાં સ્થાનિકોમાં રહીશોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. હળવદ નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નિવડયું છે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હળવદના રાજગોર વંડા વિસ્તારની મહિલાઓએ આજે પાલીકા તંત્રને રજુઆત કરવા ધસી ગઈ હતી. હળવદ પાલીકાના ચીફ ઓફિસર સાગર રાડીયાને આ બાબતે ઉગ્ર રોષ ઠાલવતાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી રાજગોર વિસ્તારમાં પીવાનું પાણી ક્ષારયુકત અને દૂષિત આવે છે જે પીવા લાયક નથી છતાં આજદિવસ સુધી પાલીકા તંત્ર કેમ ઓરમાયું વર્તન દાખવે છે તેવા સવાલો સાથે ચીફ ઓફિસરને ધારદાર રજુઆત કરી હતી અને જો આવનારા દિવસોમાં આ બાબતે પાલીકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ વેળાએ વોર્ડ નં.1ના સભ્ય મનસુખ પ્રજાપતિ, લીલાબેન, ગીતાબેન, હંસાબેન, હેતલબેન, કલ્પનાબેન સહિતની રાજગોર વિસ્તારની મહિલાઓએ પાલીકાએ મૌખીક તેમજ લેખીત રજુઆત કરી હતી.

- text

- text