ટંકારાના ગજડીમાં પીવાના પાણી મુદ્દે મતદાનનો બહિષ્કાર

- text


ટંકારા : પીવાના પાણી પ્રશ્ને ટંકારાના ગઝડીના ગ્રામજનો દ્વારા મતદાનનો કરવામાં આવ્યો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામમાં પીવાના પાણી ને લઈ ને કરવામાં આવ્યો મતદાન નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

ગજડી ગામમાં ૧૨૦૦ મતદારો માથી એક પણે મતદાન ન કર્યું ગામમાં પ્રાથમિક સુવિધા અને પાણી પ્રશ્ને થોડા દિવસ પહેલાં જ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું

- text

આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ પાણી, રોડ રસ્તા અને આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાના અભાવે ગ્રામજનોએ મતદાન બહિષ્કારનું અગાઉથી બેનર લગાવી દેવામાં આવ્યા હતા અને આજે મતદાનના દિવસે સવારથી તંત્રએ મતદાન મથક કાર્યરત કર્યું હતું જોકે પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનોએ રોષ વ્યક્ત કરવા માટે આજે મતદાન કર્યું જ ના હતું. અને ૧૨૦૦ મતદારો છે જોકે સવારથી બપોરે ૧ વાગ્યા સુધીમાં એકપણ મતદારે મતદાન કર્યું ના હતું આ મામલે ગામના સરપંચ હરસુલભાઈ બોરીચા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે જેમાં આજે બપોર ના 3:30સુધીમાં એકપણ મતદારે મતદાન કર્યું નથી અને સાંજ સુધી કોઈ મતદાન કરવાનું નથી. તો મતદાન બહિષ્કારને પગલે ટંકારાના સરકારી અધિકારીઓ દોડધામ કરી હતી જોકે મતદાન ના કરવા મતદારો મક્કમ હોવાનું જણાવ્યું હતું. ટંકારા તાલુકાના આ ગામના મતદારો કાલાવડ વિધાનસભા બેઠકમાં મતદાન કરવાનું રહે છે જોકે એકપણ મત હજુ સુધી પડ્યો નથી.

- text