ટંકારાના એટીએમમા ભુલી ગયેલ પૈસા ભરેલુ પાકીટ પરત કરતા બે ચોકીદાર

- text


એટીએમ ના રક્ષકો ભક્ષકો ન બની કળિયુગ ને લપાટ મારી રૂપિયા ૬૫૦૦૦ ની રકમ ફોન કરીને પરત કરી

ટંકારા : ટંકારામાં નાના માણસોની મોટી પ્રામાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે, ટંકારના એટીએમમાં પૈસા કાઢવા આવેલા વેપારી પોતાનું ૬૫ હજાર રૂપિયા ભરેલું પાકિટ ભૂલી જતા એટીએમના બે ચીકીદારોએ વેપારીને ફોન કરી બોલાવી તેમને આ પાકિટ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

સમાજમા કળિયુગ ધર કરી બેસી ગયો છે તેવુ માની લેવુ વ્યાજબી નથી કારણ કે ટંકારા ની બજાર મા ચાની કેબીન સાથે પાર્ટ ટાઈમ ચોકીદારનું કામ કરતા રાજેશભાઈ રાઠોડ અને જીવાપર જેવા નાના ગામમાં ખેતી કરતા ઉમરમિયા મસાકપૌત્રા ટંકારાની એચડીએફસી બેન્ક એટીએમમા ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે રાત્રી ના દશેક વાગ્યાના સુમારે એક અજાણ્યો યુવાન એટીએમનો ઉપયોગ કરી પોતાનુ ૬૫૦૦૦ હજાર રોકડા અને જરૂરી કાગળો ભરેલ પાકીટ ભુલી જતા રહ્યા હતા.

- text

 

આ સમયે ફરજ પરના રાજુભાઈ રાઠોડની નજરમાં પાકીટ આવતા આ કોનું પાકીટ છે તે તપાસ કરતા મુળ નાના દહીસરાના અને છેલ્લા પાચ વર્ષ થી ટંકારામાં રહેતા ઈમીટેશનના વેપારી સંજય પટેલનુ હોવાનું જાણવા મળ્યું હતું અને સરદાર સોસાયટીમા રહેતા હોય તેમના નંબર ગોતી પાકીટ ખોવાયાની જાણ કરી પરત કર્યું હતું

આજે સમાજમા પૈસા માટે લોકો ગમે તે હદે જઈ શકે છે ત્યારે આ બનાવે માનવતા મરી પરવારી નથી તે વાત ખરી નિવડે છે

- text