સો ટકા મતદાન કરવા શપથ લેતા વાંકાનેરના યુવા મતદારો

- text


વાંકાનેરની દોશી આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જન જાગૃતિ દિવસ ઉજવાયો

મોરબી : જિલ્લા વહીવટી તંત્ર આયોજિત મતદાર જન જાગૃતિ અભિયાન અંતર્ગત આગામી વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેરના યુવા મતદારો દ્વારા ૧૦૦ ટકા મતદાન કરવા શપથ લીધા હતા.
મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલ ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીપંચના સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેરની દોશી આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને આવરી મતદાન જાગૃતી ચીત્રસ્પર્ધા, વકૃત્વસ્પર્ધા, નાટક, સિગ્નેચર કેમ્પેઈન તેમજ મતદાનમાં ઉપયોગમાં લેવાનાર ઈવી.એમ/વીવીપેટ વોર્ટીગ મશીનનું નિદર્શન કરી યુવા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ યુવા મતદારોએ ૧૦૦% મતદાન કરવાના શપથ લીધા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા મોરબીના નાયબ કલેકટર દમયંતીબેન બારોટ, કોલેજના આચાર્ય ચુડાસમા, સ્વીપના મદદનીશ ઓફિસર પી.વી રાઠોડે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં NCC,NSS અને સ્કાઉટના વિદ્યાર્થીભાઈ બહેનો તેમજ શૈક્ષણીક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text

- text