ખરેડાના બાળકોને કાળા તલના કચરિયાનું બટુક ભોજન

- text


સ્વર્ગસ્થ પત્નીની પુણ્ય તિથિએ ગામના સહકારી અગ્રણીનું સ્તુત્ય પગલું

મોરબી : શિયાળો એટલે આરોગ્ય બનાવવાની મોસમ આયુર્વેદના આ સૂત્રને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાના ખરેડા ગામે સ્વર્ગસ્થ પત્નીની પુણ્ય તિથિએ સહકારી આગેવાને શાળાના ૫૦૦ વિદ્યાર્થીઓને કચરિયાનું બટુક ભોજન કરાવી સ્તુત્ય પગલું ભર્યું હતું.
સામાન્ય રીતે લોકો સ્વર્ગસ્થની પુણ્ય તિથિએ બાળકોને ભોજન કરાવતા હોય છે પરંતુ મોરબી તાલુકાના ખરેડા ગામે ગામના અગ્રણી અને સહકારી આગેવાન બેચરભાઈ અમરશીભાઇ ચાડમિયાએ પોતાના સ્વર્ગસ્થ પત્ની ગોદાવરીબેનની પુણ્ય તિથિએ બાળકોને આરોગ્યપ્રદ કાળા તલનું કચરિયું ખવડાવવા નક્કી કરી ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓ એકત્રિત કરી પ્રેમથી બટુક ભોજન કરાવ્યું હતું.
બાળકોને બટુક ભોજનમાં વિસરાયેલ આરોગ્યપ્રદ વાનગી ખવડાવવાના આ નવતર પ્રયોગને તમામ શાળાના શિક્ષકગણે અને ગ્રામજનોએ હર્ષભેર આવકર્યો હતો.

- text