મોરબી જિલ્લાના દલિત સમાજના તેજસ્વી તારલાઓનો ૨૪ ડિસેમ્બરે સન્માન સમારોહ

- text


મોરબી : મોરબી જિલ્લામાં વસવાટ કરતા દલિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા આગામી તારીખ ૨૪ ડિસેમ્બરના રોજ મોરબી ખાતે સન્માન સમારોહ યોજવા નક્કી કરાયું છે.

દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ મોરબી જિલ્લા દ્વારા સમાજવાડી ભડિયાદ કાંટા પાસે મોરબી ખાતે ધોરણ ૫ થી ૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાએ સારા ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવશે જેમાં ધો.૫ થી ૧૨ માં ૭૫ ટકા ઉપર અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ ૬૦ ટકા માર્ક્સ ફરજિયાત રાખવામાં આવ્યા છે.

- text

આ તૃતીય વિદ્યાર્થી સન્માન સમારંભ અને સ્નેહમિલનમાં ધોરણ ૫ થી ઉપર ના તમામ અભ્યાસ માં સારા માર્ક્સ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ને ૧,૨,૩ નંબર આવવા પર ઇનામ આપવા ના હોય વધુ ને વધુ મિત્રો પોતાના લાગતા વળગતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ને આ બાબત ની જાણ કરી અને પોતાની માર્કશીટની ઝેરોક્ષ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ નજરબાગ રોડ મોરબી, જલદીપ મોબાઈલ ત્રિકોણ બાગ, મોરબી, શિવશક્તિ વોશિંગ હળવદ, નારસૈયા એસટીડી ખીજડિયા ચોકડી, ટંકારા, સાઈ ઓર્થો હોસ્પિટલ વાંકાનેર ખાતે ૧૦/૧૨/૧૭ પહેલા જમા કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text