મોરબીમાં વિદ્યાર્થીઓ માટે સાયન્સ કલબની સ્થાપના

- text


Lસામાકાંઠા વિસ્તારમાં સાર્થક સ્કૂલ ખાતે અદ્યતન સાયન્સ કલબ કાર્યાન્વિત

મોરબી:મોરબીના વિદ્યાર્થીઓ જાતે પ્રયોગ કરી કૌશલ્યો વિકસાવી શકે તેવા ઉમદા આશય સાથે સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક સ્કૂલમાં સાયન્સ કલબની સ્થાપના કરવામાં આવી છે.

મોરબીની પ્રથમ કહી શકાય તેવી આ સાયન્સ કલબ સાર્થક વિદ્યાલય અને નર્મદા બાલઘર દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી પોતાની આંતરિક શક્તિને ખિલાવી શકશે.

- text

સાર્થક વિધાલય ખાતે સાયન્સ કલબ ખુલ્લી મુકતા ગુજરાત વિધાપીઠના વાઈસ ચાન્સલર અનામિક શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ટકવારીની મગજમારીથી દૂર રાખવામાં આવશે તો જ એ પોતાના કલા કૌશલ્યને વિકસાવી શકશે.

આ સાયન્સ કલબમાં ૨૪૦ વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી કીટ ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેના થકી વિધાર્થીઓ સાયન્સ ટેકનોલોજીના જુદા-જુદા પ્રયોગો કરી શકશે.

આ પ્રસંગે ભરાડ વિધાપીઠના પ્રમુખ ગીજુભાઈ ભરાડ, મોરબીના ડી.ઈ.ઓ. બી.એન.દવે, નર્મદા બાલઘરના ભરતભાઈ મહતા, સાર્થક સ્કુલના ટ્રસ્ટી પ્રમોદસિંહ રાણા, મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઈ શુકલ, ફાઉન્ડર ટ્રસ્ટી અને મેનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text