જાણો..મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પાસે કેટલી સંપત્તિ છે ?

- text


બીએમડબલ્યુ અને અન્ય લકઝરી કાર વાપરતા કાંતિલાલ અમૃતિયાના નામે એક માત્ર મારુતિ ઝેન કાર 

મોરબી : પાંચ-પાંચ ટર્મથી મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર એકચક્રી શાસનની જેમ ચૂંટાઈ આવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર ભાજપે પુનઃ વિશ્વાસ વ્યક્ત કરી છઠી ટર્મ માટે ટીકીટ આપતા કાંતિલાલ અમૃતિયાએ વિશાળ ટેકેદાર વર્ગ સાથે વાજતે-ગાજતે ઉમેદવારીપત્ર ભર્યું હતું અને ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં પોતે કરોડોની સંપત્તિ ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેના પરિવાર પાસે ૨૦૧૨માં કેટલી સંપત્તિ અને અને હાલ ૨૦૧૭માં કેટલી છે તેના પર નજર કરીએ કાંતિલાલે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ વર્ષ ૨૦૧૨ માં પોતે રૂ. ૭,૭૫,૨૧૨ રિટર્નમાં આવક દર્શાવ્યા હતા જ્યારે ૨૦૧૭માં ૧૩,૦૪,૯૦૮ રિટર્નમાં દર્શાવ્યા છે.જ્યારે તેમના પત્નીએ પહેલી વાર રિટર્નભરી ૬,૭૮,૨૯૭ની વાર્ષિક આવક દર્શાવી છે.

કાંતિભાઈની પાસે વર્ષ ૨૦૧૨માં રૂ.૯૮,૦૯,૨૧૬ની મિલ્કત હતી. જે વર્ષ ૨૦૧૭માં રૂ. ૧,૨૫,૮૯,૭૨૫ થઈ હતી. તેમના પત્ની જ્યોત્સનાબેન પાસે ૨૦૧૨ માં ૧૯,૮૮,૫૧૨ જ્યારે ૨૦૧૭ માં ૫૨,૨૩,૧૯૫, તેમની પુત્રી જહાન્વી પાસે ૨૦૧૨ માં ૫,૧૪,૫૧૮ અને ૨૦૧૭માં ૧૨,૨૭,૨૩૬ અને તેમના પુત્ર પ્રથમ પાસે ૨૦૧૨ માં ૭,૭૧,૪૩૭ અને ૨૦૧૭ માં ૯,૬૬,૪૩૭ ની સંપત્તિ છે. ઉપરાંત કાંતિલાલ અમૃતિયાના પરિવાર પાસે ૨૦૧૭માં કુલ ૪,૮૧,૦૯,૬૪૨ ની બજાર કિંમત ધરાવતી સ્થાવર મિલકતો આવેલી હોવાનું જાહેર કરાયું છે. જે ૨૦૧૨માં ૨,૪૬,૮૭,૩૬૨ હતી. આમ કાંતિલાલની મિલ્કતોમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨,૩૪,૨૨,૨૮૦ રૂ.ની મિલ્કતોનો વધારો થયો છે.

- text

ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ સોગંદનામામાં પોતાના પર લોન કર્જ રૂપે રૂ.૧,૦૩,૬૨,૪૦૭ ને તેમના પત્ની ઉપર ૧૦,૦૦,૦૦૦નું દેવું હોવાનું જણાવાયું હતું. આમ છેલ્લા વર્ષોમાં કાંતિલાલ અને ખાસ કરીને તેમના પત્નીની મિલકતમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ડિકલેર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે બીએમડબલ્યુ અને અન્ય લકઝરી કાર વાપરતા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા પાસે તેમના નામે એક માત્ર મારુતિ ઝેન કાર છે. જેની ૨૦૧૨ અને હાલમાં પણ ૧,૧૦,૦૦૦ની કિંમત દર્શાવાઇ છે.

કોર્ટ કેસ અને પોલીસ ફરિયાદની વિગતમાં સોગંદનામામાં જણાવ્યા મુજવ મુજબ વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના પર જાહેરનામા ભંગનો ipc ૧૭૧ (બી),૧૮૮ અને ૧૧૪ મુજબ તા.૫/૫/૨૦૦૯ ના રોજ ગુન્હો નોંધાયો હતો જે કેસ હાલ મોરબીના ૨-જા એડી.ચીફ જ્યૂડી.સમક્ષ ચાલી રહ્યો હોવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત કાંતિલાલ ઉપર કોઈ જ ફરિયાદ કે કોર્ટ કેસ ન હોવાનું જણાવાયું છે

આમ, મોરબી-માળીયા બેઠક પર સતત પાંચ-પાચ ટર્મથી ચૂંટાતા ભાજપના કાંતિભાઈની મિલ્કતમાં છેલ્લા પાંચ વર્ષ બે ગણો વધારો થયો હોવાનું સોગંદનામા પરથી સ્પષ્ટ બન્યું છે.

- text