મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં પહેલા દિવસે ૧૯ ફોર્મ ઉપડ્યા

- text


મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં પહેલા દિવસે ૧૯ ફોર્મ ઉપડ્યા

મોરબી-માળીયા બેઠક માટે ભાજપમાંથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,કોંગ્રેસના કાંતિલાલ બાવરવા,વિજય સરડવા સહિતનાઓએ ફોર્મ ઉપાડયા

મોરબી:મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં આજથી ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ થતાં જ ત્રણેય બેઠકોમાંથી ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ કુલ મળી ૧૯ ઉમેદવારીપત્રો  ઉપાડયા હતા.જો કે હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે સતાવાર રીતે ઉમેદવારો જાહેર કર્યા નથી.
આગામી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંગેનું વિધિવત જાહેરનામું ગઈકાલે અમલી બનતાની સાથે જ આજથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે.જો કે આજે એકપણ ફોર્મ ભરાયું ન હતું પરંતુ ચૂંટણી લડવા થનગનતા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ભાવિ ઉમેદવારોએ ત્રણેય બેઠકોમાંથી કુલ મળી ૧૯ ફોર્મ ઉપાડયા હતા અને સૌથી વધુ ઉમેદવારીપત્ર મોરબી વિધાનસભા બેઠકમાંથી ૧૧ ફોર્મ ઉપડ્યા હતા.

- text

આજે ઉમેદવારીપત્ર વિતરણની શરૂઆત થતા મોરબી વિધાનસભા બેઠક માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,કોંગી અગ્રણી કાંતિલાલ બાવરવા,વિજય સરડવા,એસ.પી.મુલતાની, સહિત ૧૧ લોકોએ ઉમેદવારીપત્રો ઉપાડ્યા હતા.
જયારે ૬૬-ટંકારા બેઠકમાં કે.ડી.બાવરવા,વિજય સરડવા,ભરત વાઘડિયા  સહિત ચાર ફોર્મ અને ૬૭-વાંકાનેર બેઠકમાં બસપાના મહમદ રાઠોડે ૨ ફોર્મ અને અપક્ષ ઉમેદવાર પથુંભાઈ મંગાભાઈએ બે ફોર્મ ઉપાડ્યા હતા.
આમ,વિધાનસભા ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ દિવસે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં ધારાસભ્ય સહિતના લોકોએ ફોર્મ મેળવવામાં ઉત્સુકતા દર્શાવી ૧૯ ફોર્મ ઉપાડયા હતા.

- text