મોરબીમાં ચૂંટણી ફરજ પરના હુકમોમાં ગરબડ ગોટાળા

- text


જુનિયર શિક્ષકોને પ્રિસાઈડિંગ ઓફિસર અને સિનિયર અનુભવી કર્મચારીઓને પોલિંગ ઓફિસરના હુકમો કરતા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજુઆત

મોરબી:ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કાચું કપાઈ ગયું છે અને અનુભવી સિનિયર કર્મચારીઓને હોદાને અનુરૂપ ફરજ આપવાને બદલે જુનિયર ઓછા અનુભવી શિક્ષકોને પ્રિસાઈડિંગ ઓફિસરની ફરજ સોંપતા આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવાએ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે ચૂંટણી ફરજ અંગેના ઓર્ડરમાં વિસંગતા જોવા મળી છે જે શિક્ષકો ઓછા અનુભવ ધરાવે છે તેઓને પ્રિસાઈડિંગ ઓફિસરની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તો જે સિનિયર અનુભવી કર્મચારીઓ છે તેઓને પોલિંગ ઓફિસર તરીકે ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.

જેથી આવી વિસંગતા દૂર કરી અનુભવી કર્મચારી કે જેમને અગાઉ વધુ ચૂંટણી ફરજ બજાવી હોય તેને સિનિયોરિટી અને હોદા મુજબ ચૂંટણી ફરજ અંગેના ઓર્ડર કરવા વિનંતી કરી છે સાથો સાથ ફિક્સ પગારદાર  કર્મચારીઓને ફર્સ્ટ પોલિંગમાં બાકાત રાખવા પણ માંગણી ઉઠાવી હતી.

- text