ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ખેડૂતોના પ્રશ્નનો નિવેડો લાવવા માંગ

- text


ટંકારા:ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને સામાજિક કાર્યકર ગૌતમભાઇ વામજાઅે ગત વર્ષનો કપાસનો પાકવિમો તાકિદે ચુકવવા ગુજરાત સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે.

ગત વર્ષના કપાસના પાકવીમા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીઅે જન્માષ્ટમી પહેલા ખેડુતના બેંક ખાતામાં કપાસનો પાકવિમો જમા થઈ જશે તેવુ જણાવ્યું હતું પણ આજસુધી કપાસનો પાકવિમો જમા થયેલ નથી અને મગફળીનો પાકવિમો જમા થયેલ છે.

- text

ખેડુતને ગતવર્ષ અેકદમ કપરી પરિસ્થિતિ વચ્ચે પસાર કરવું પડ્યું છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા પાકવિમાની જાહેરાત કરી હતી કે જન્માષ્ટમી પહેલા પાકવિમો ચુકવાઈ જશે પણ આજ સુધી કપાસનો પાકવિમો ખેડુતના ખાતામાં જમા થયેલ નથી તે જાહેરાત જગતના તાતની મજાક સમાન બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે ત્યારે તાત્કાલિક પાકવિમો ચુકવવા તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા આવે છે તે કામગીરી ગોકળગતીઅે ચાલી રહી છે તે ઝડપથી કરવા તેમજ વ્હાલા-દવલાની નિતિ રાખ્યા વિના ઝડપથી કરવાની માંગ ખેડુતપુત્ર અને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા એ લેખિતમાં મુખ્યમંત્રી ને રજુઆત કરેલ છે

- text