રોટરી કલબ હળવદ દ્વારા વિનામુલ્યે નેત્રહિનોને સાધન સહાય વિતરણ

- text


વૈજનાથ મંદિરના સાંનિધ્યમાં 109 દિવ્યાંગોને રૂ. 6 લાખના સાધનની કીટ અપાઈ

હળવદ:વૈજનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં  રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આયોજીત વિના મુલ્યે નેત્રહિનોને સાધન સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૬ લાખની ૧૦૯ લાભાર્થીઓને સાધન સહાય કીટ અર્પણ કરવામાં આવી હતી.
ડૉ.દિપકકુમાર વસંતરાય રાવલના સૌજન્યથી સ્વ. વસંતરાય વજેશંકર રાવલ તથા સ્વ.જસુમતીબેન વસંતરાય રાવલના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રહિનોને સાધન સહાય આપવામા આવી હતી.
આ સાધન સહાય કીટમા ઈલેક્ટ્રોનીક લાકડી (સેન્સર વાળી) વિદ્યાર્થીઓ માટે ડેજી પ્લેયર તેમજ બ્રેનલીપી કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રહિનોને સાધન સહાય શિબિર આયોજનમાં ૧૦૯ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

- text

રોટરી ક્લબ એ નિરાધારનો આધાર બની લોકપયોગી કાર્ય થકી હળવદમાં સેવાકીય પ્રવૃતિમાં આ સંસ્થા અગ્રેસર રહી છે. ઉપરાંત આ શિબિરમાં દાતાશ્રીના હસ્તે તેમજ રોટરી ક્લબ હળવદ દ્વારા નેત્રહિનોને વિનામુલ્યે  સાધન સહાય વિતરણ કરાયું હતું. જેમા સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ, ધ્રાંગધ્રા, લખતર, પાટડી, ચુડા લીબડી, વઢવાણના દિવ્યાંગો જોડાયા હતા. આ વેળાએ દિવ્યાંગો માટે દિપકભાઈ જોષી દ્વારા  ભોજન વ્યવસ્થા પણ કરવામા આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ ચિનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામ અઘારા સહિત રોટરીના સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text