તોતિંગ ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઇવે ઓથોરિટી સુવિધા આપવામાં શૂન્ય

- text


મોરબી નેશનલ હાઇવે ઉપર હાઇવે ઓથોરીટીની લાઓરવા નીતિથી વાહન ચાલકો ત્રસ્ત

મોરબી:વજન ચાલકો પાસેથી તોતિંગ ટોલટેક્સ વસુલ કરતી નેશનલ હાઇવે ઓથોરીટી વાહન ચાલકોને સારા રોડની સુવિધા આપવામાં શૂન્ય સાબિત થૈ રહી છે.

- text

મોરબીમાંથી પસાર થતા કચ્છ નેશનલ હાઇવે ને ફોરલેન કર્યા બાદ વાહન ચાલકોની સુવિધા વધવાને બદલે મુશ્કેલીઓ વધી રહી છે,ટોલટેક્સની તોતિંગ ઉઘરાણી કરતી નેશનલ હાઇવે ઓથોરિટી હાઈવેની મરામત કે રખરખાવ કરતી ન હોય ડિવાઈડર આજુબાજુ ધુળોના થર જમ્યા છે તો સર્વિસ રોડ પર મસ મોટા ગાબડાં પડતા નામનો જ ડામર રોડ રહ્યો છે એ ઉપરાંત કેટલાક વાહન ચાલકો રોડના ડિવાઈડર ઉપર કચરો,કોન્ક્રીટ કે રેતીના ઢગલા કરી જતા હોવા છતાં હાઇવે ઓથોરિટી આવા કચરા સાફ કરવાની તસ્દી લેતી નથી.
ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરિટીની લાપરવાહી ને કારણે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ઉપર જીવલેણ અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે અને રોજે રોજ એકાદ બે લોકો મોતને ભેટી રહ્યા છે.
દરમિયાન નેશનલ હાઇવે ઓથીરિટી દ્વારા રોડની જાળવણી કરવા માટે કોઈ જ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી અને નિયમ મુજબ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવતું નથી કે ચોમાસા દરમુયન રોડમાં પડેલા ગાબળાઓ પણ બુરવામાં આવતા નથી પરિણામે વાહન ચાલકોને ટોલટેક્સના ચાંદલા કરવા છતાં સહન કરવું પડે છે.

- text