મોરબી એસઓજીના ચેકીંગમાં એક છરી સાથે ઝડપાયો:બે પીધેલા પકડાયા

- text


મોરબી:આગામી વિધાનસભા ચૂંટણીને પગલે મોરબી એસઓજી દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે પેટ્રોલિંગ દરમિયાન બે પીધેલા અને એક શખ્સ છરી સાથે ઝડપાયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી સ્ટાફ માળીયા હાઇવે ઉઓર પેટ્રોલિંગમાં હતા ત્યારે હનીફ હૈદર મિયાણા વિશિપરામોરબી વાળો સંઘના પેટ્રોલ પમ્પ પાસે છરી સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે ધરમપુર ગામ પાસે આવેલી નર્સરી નજીક સ્વીફ્ટ કાર નમ્બર જીજે૩ ઇસી ૯૪૯૫ લઈને નીકળેલા અશોકસિંહ બહાદુરસિંહ ઝાલા અને જગમાલ ધીરુભાઈ રેણુકા નામના શખ્સો નશો કરેલી હાલતમાં જણાતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text