હળવદ-ધ્રાંગધ્રા મતવિસ્તારમાં સભાને ગજવતા બસપાના પ્રદેશ અધ્યક્ષ

- text


હળવદના સરા રોડ પર આવેલ આંબેડકર નગરમાં જાહેરસભા યોજાઈ

હળવદ : હળવદ-ધ્રાંગધ્રા 64 વિધાનસભા મતવિસ્તારમાં આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા જાહેરસભા યોજાઈ હતી.
બહુજન સમાજ પાર્ટીએ જાહેરસભામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષએ વર્તમાન સરકાર પર શાબ્દીક પ્રહારો કરતા જણાવ્યું કે દલીત, આદિવાસી, બક્ષીપંચ તથા મુસ્લિમ સમુદાય તથા ગરીબ મજુર વર્ગ સહિત મધ્યમવર્ગીય, સાંપ્રદાયીક, મુડીવાદી નીતિઓ તેમજ કાર્યશૈલીઓનો પર્દાફાશ કરવાનો હેતુ સાથે આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ અશોકભાઈ ચાવડાએ વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે તેમાં તમામ વર્ગના લોકો ત્રાહિમામ છે. બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ દ્વારા આક્ષેપ કરતા વધુંમાં ઉમેર્યું હતું કે વર્તમાન સરકારનો નલીયાકાંડનો મહત્વના મુદાને દબાવી દેવામાં આવ્યો છે.
આ જાહેરસભામાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ગુજરાતની 182 બેઠક પર બહુજન સમાજ પાર્ટી લડશે અને વિજય હાંસિલ કરી સરકાર બનાવશે તેવું દાવો વ્યક્ત કર્યો હતો અને જનસભામાં કાર્યકરોને વિજય મેળવવા હાકલ કરાઈ હતી.

- text

- text