ચૂંટણી સંદર્ભે હળવદ પોલીસ સ્ટેશનમાં 70 ટકા હથિયારો જમા

- text


તાલુકામાં લાયસન્સ પરવાનગી ધરાવતા પરવાનેદારોના બે દિવસમાં 160 હથિયારો થયા જમા

હળવદ : જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા આધારે ચૂંટણી સંદર્ભે હથિયાર જમા કરાવવા માટે આદેશ થયેલ હોય ત્યારે હળવદ શહેર તેમજ તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી બે દિવસમાં દેશી જામગ્રો, રિવોલ્વર જેવા 160 જેટલા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા થયા હતા.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતોનુસાર જાહેરનામા આધારે ચૂંટણી સંદર્ભે આદેશ થતાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે શહેર તેમજ તાલુકા પંથકના 218 જેટલાં પરવાનેદારો હથિયારના લાયસન્સ ધરાવે છે જેમાંથી 160 જેટલા હથિયારોની લાયસન્સ પરવાનગી ધરાવતા પરવાનેદારોએ હળવદ પોલીસ મથકે પોતપોતાના હથિયારો જમા કરાવ્યા હતા. આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને શાંતિ- સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પડતા સમગ્ર રાજ્ય સહિત હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
તદ્દઉપરાંત જાહેર થયેલા જાહેરનામાના આધારે હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાયસન્સ પરવાનગી વાળા 218 માંથી 160 હથિયારો બે દિવસમાં જમા થતાં આંકડીય રીતે 70 ટકા કામગીરી નોંધાઈ હતી. તો સાથોસાથ હળવદ પોલીસના જુદા જુદા બીટ જમાદારોએ કામગીરી હાથ ધરી હતી.

- text

- text