ટંકારાના હડમતીયા ગામમાં ચોમાસામાં જ પાણીનો કકળાટ

- text


સૌની યોજનામાં તોડેલો રસ્તો રીપેર કરવા પણ જિલ્લા પંચાયત સદસ્યાની રજુઆત 

- text

ટંકારા:ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ચોમાસુ પૂરું થતા જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા જિલ્લા પંચાયત સદસ્ય દીનાબેન કામરીયા દ્વારા પાણી પ્રશ્ન હલ કરવા માંગ કરી સૌની યોજના અંતર્ગત તોડી નખાયેલો રસ્તો તાકીદે રીપેર કરવા માંગ કરી છે.
મોરબી જિલ્લા પંચાયતના લજાઈ મત વિસ્તારના સદસ્ય દીનાબેન કામરીયાએ કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગને રજુઆત કરી હજુ ચોમાસુ પૂરું નથી થયું ત્યાં જ હડમતીયા ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા કાયમી પાણી પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.
આ ઉપરાંત હડમતીયામાંથી સૌની યોજનાની લાઈન પસાર કરાય બાદ તોડવામાં આવેલ રસ્તા રીપેર ન કરવામાં આવતા સિંચાઈ વિભાગને રજૂઆત કરી તાકીદે રોડ રસ્તા રીપેર કરવા લેખિત રજુઆત કરી છે.

- text