હળવદના મિયાણીમાં સગીર પ્રેમીપંખીડાનો આપઘાત

- text


કેનાલમાં ઝમ્પલાવી સગીર પ્રેમી પંખીડાએ મોત વ્હાલું કરી લેતા ચકચાર

મોરબી:આજના આધુનિક યુગમાં ટીવી મોબાઈલના દુષણને કારણે સમાજમાં રોજે રોજ અવનવા કિસ્સા બની રહ્યા છે ત્યારે હળવદના મીયાણી ગામે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં ભણવાની ઉંમરે સગીરવયના યુવક યુવતીએ કેનાલમાં ઝમ્પલાવી મોત મીઠું કરતા સમગ્ર હળવદ પંથકમાં ચકચાર જાગી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા આશાબેન બાબુભાઈ કોળી ઉ૧૬ અને અનીલભાઈ ધીરુભાઈ કોળી ઉ૧૭ નામના સગીરો ગઈકાલે વહેલી સવારે કોઈ ને જાણ કર્યા વગર ઘેરથી ચાલ્યા જતા બન્નેના પરિવાર જનો દ્વારા દિવસભર બન્ને ની શોધખોળ કરી હતી પરંતુ કોઈનો પતો લાગ્યો ન હતો.
દરમિયાન કોળી સગીર અનિલે પોતાના મિત્રને ફોન કરી જણાવ્યું હતું કે અમે કેનાલમાં ડૂબી આપઘાત કરી લઈએ છીએ અમારા ચંપલ તથા મોબાઈલ ત્યાં પડ્યા હશે એવું કહી ફોન કટ્ટ કરી નાખ્યો હતો, જો કે આ બાબતને હળવાશથી લેવામાં આવી હતી અને ભાગવા માટે પરિવારજનોનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવા આવો કોલ આવ્યાનું સમજી કોઈ એ તપાસ કરી ન હતી.
બીજી તરફ ગત મોડીરાત્રી સુધી સગીરોનો પત્તો ન લાગતા અંતે કેનાલ નજીક શોધખોળ શરૂ કરવામાં આવતા બંને સગીરોની લાશ ગામ નજીક કેનાલમાંથી મળી આવી હતી.
નાના મિયાણી ગામમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ગામમાં સોપો પડી ગયો હતો આ મામલે હળવદ તાલૂકા પોલીસ મથકના ટીકર બીટ જમાદાર સલીમભાઈએ વધુ તપાસ શરૂ કરી છે.

- text

 

 

- text