હળવદના ભલગામડાના કોળી વૃદ્ધને બંદૂક સાથે ઝડપી લેતી એસઓજી ટીમ

- text


હળવદ:હળવદના ભલગામડાના કોળી વૃદ્ધ પરવાનો રીન્યુ કરાવ્યા વગર બંદૂક લઈને નીકળતા એસઓજી ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી એસઓજી પીઆઇ એસ.એન.સાટીની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હળવદ તાલુકાના ભલગામડા ગામે નવાપરા વિસ્તારમાંથી મહાદેવભાઇ બાદરભાઇ દેત્રોજા (કોળી) ઉવ.૬૯ રહે.ભલગામડા તા.હળવદ જી.મોરબીવાળો દેશી બનાવટની મજલ લોડ બંદુક કી.રૂ.પ,૦૦૦/-ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહી કરાવી લઇ નિકળતા મળી આવતા પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ કોન્સ.કિશોરભાઇ મકવાણા તથા જયપાલસિંહ ઝાલા તથા ફારૂકભાઇ પટેલ તથા મયુરધ્વજસિંહ જાડેજાતથા પો.કોન્સ.એ.પી.જાડેજા તથા પ્રવિણસિંહ ઝાલા તથા જયસુખભાઇ વસીયાણી તથા ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયાએ કરી હતી.

- text