ટંકારામાં કોંગી નેતા કગથરા ગદારના બેનર લાગ્યા : ભાજપના બેનરો ચીંથરે હાલ કરાયા

- text


ટંકારા:મોરબી બાદ ટંકારામાં કોંગ્રેસના નેતાને ગદારની ઉપમા આપવામાં આવી તો બીજી બાજુ ગૌરવયાત્રા સમયે ભાજપે લગાડેલા બેનરને ચીંથરેહાલ કરી લોકોએ રોષ ઉતરવાની સાથે બેનર હોર્ડિંગની આડશમાં હંગામી મુતરડી બનાવી નાખતા લોકોમાં રમૂજ ફેલાઈ છે.

- text

જાણવા મળ્યા મુજબ ગઈકાલે ભાજપની ગૌરવ યાત્રા પૂર્વે ટંકારામાં અચરજ પમાડે તેવી બે ઘટનાઓ વચ્ચે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરા ગદાર છે તેવા હોર્ડિંગ્સ લગાડવામાં આવતા ચકચાર જાગી હતી.
જોકે તાલુકા પંચાયત કચેરી નજીક સુમસામ જગ્યાએ લાગેલા આ હોર્ડિંગ્સ-બેનર મામલે હજુ કોઈ ફરિયાદ થઈ નથી.
બીજી તરફ ભાજપની ગૌરવ યાત્રાને આવકારવા માટે ભાજપ અગ્રણીઓ દ્વારા લગાવવામાં આવેલા સાંસદના ફોટા વાળા હોર્ડિંગ્સ ચીંથરે હાલ કરી નખાયા હતા.

- text