મોરબીમાં વિધવા,વૃધોને માર્ગદર્શન આપવા કેમ્પ યોજાયો

- text


મોરબી:તાજેતરમાં મોરબી વિશિપરા ખાતે સરકારશ્રીની જુદી-જુદી ક્લાયણકારી યોજનાઓનો વૃધો,વિધવાઓને લાભ મળે તે હેતુથી કેમ્પ યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

મોરબી ખાતે વીસી પરા મદીના સોસાયટી માં જિલ્લા આયોજન સમિતિ સદસ્ય આમીન એ ભટ્ટી ની આગેવાની હેઠળ ત્થા સામાજિક કાર્યકર આબેદા બેન, ગુલમમદ ભાઈ કટિયા રિયાઝ ભાઈ, સદ્દામ ભટ્ટી ના સાથ સહકાર થી વિકલાંગ, વૃધ્ધ, વિધવા, નિરાધાર, સહાય અને તાલીમ અંગે કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં સમાજ સુરક્ષા અધિકારી ઝાલા તથા રાઠોડ હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કેમ્પ માં 100 થી વધુ અરજદારો એ લાભ લીધો હતો.

- text