મોરબી શિશુમંદિર સોલાર ઉર્જા થકી ઉર્જા બચાવશે

- text


સમગ્ર વિદ્યાલયના ઉપકરણો સોલાર ઉર્જાથી ચાલે તેવી વ્યવસ્થા ગોઠવાઈ:સોમવારે લોકાર્પણ

મોરબી:શિક્ષણ ક્ષેત્ર ભારતીય સંસ્ક્રુતિ જાળવી રાખી આધુનિક શિક્ષણ આપતા મોરબીના શિશુ મંદિર વિદ્યાલયમાં ઉર્જા બચત માટે સોલાર ઉર્જાનો ઉપયોગ થશે આગામી તા.૨ ને સોમવારે સોલાર ઉર્જા લોકાર્પણ અને વાલી સંમેલન યોજવામાં આવ્યું છે.
વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર ખાતે તા.૨ ને સોમવારે સોલાર ઉર્જા લોકાર્પણ તથા વાલી સંમેલન રાખવામાં આવ્યું છે

- text

.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ,ડી.ડી.ઓ. એસ.એમ.ખટાણા,એસ.પી. જયપાલસિંહ રાઠોડ,ડી.ઈ.ઓ. બી.એન.દવે,સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વધુમાં આ પ્રસંગે શિક્ષણમાં નવા પ્રયોગ ક્ષેત્રે સંશોધન કરનાર મહેન્દ્રભાઈ ચોટલીયા વાલીઓને ખાસ માર્ગદર્શન આપનાર હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરસ્વતી શિશુ મંદિરના નિયામક સુનીલભાઈ પરમાર,માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના પ્રમુખ ડૉ.જયંતીભાઈ ભાડેસીયા,માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાનના મંત્રી ડૉ.બાબુભાઈ અઘારા અને કર્મચારી ગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text