મોરબીમાં ક્લર્સ ગુજરાતી ચેનલની ટીમે બે સ્થળે ડેઇલી બોનસ એપિસોડ શૂટ કર્યા

- text


યુવતીઓએ પ્રાચીન ગરબા કરી ધૂમમચાવી : ડેઇલી બોનસમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રાઇઝ જીતનાર પ્રથમ મહિલા

મોરબી : નવરાત્રી મહોત્સવનાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે કલર્સ ગુજરાતી ચેનલની ડેઇલી બૉનસ પોઇન્ટ શોની ટીમ બે અલગ અલગ સ્થળે નવરાત્રી સ્પેશ્યલ એપિસોડ શૂટ કરવા મોરબી પહોંચી હતી. ડેઇલી બોનસ પોઇન્ટની ટીમ મોરબીમાં રવાપર રોડ, એવન્યુ પાર્કમાં ક્રિષ્ના ઉમરાણીયાનાં ઘરે બોનસ પોઇન્ટ ગેમ રમવા પહોંચી હતી. જયા એપીસોડનાં શરૂઆતમાં 10 યુવતીઓએ પ્રાચીન ગરબા સાથે ઇંગ્લીશ ગીત પર ગરબા રમી મોરબીની નવરાત્રીની ઝલક બતાવી હતી. ત્યારબાદ ક્રિષ્ના ઉમરાણીયા અને નિરાલી ભમ્મર સાથે બોનસ પોઇન્ટ ગેમ રમી હતી. જેમાં ક્રિષ્નાં વધારે પોઇન્ટ મેળવી ફાઈનલમાં ગઇ હતી. ફાઇનલ રાઉન્ડમાં નવરાત્રીને લગતા પ્રશ્નોનાં જવાબ આપવાનાં હતા અને ક્રિષ્નાંએ કેટલાક સાચા જવાબો આપીને રૂ.3500નું પ્રાઇઝ જીતી હતી. અંતમાં ગરબા કરી એપીસોડને પૂર્ણ કર્યો હતો.
જયારે મોરબીમાં વૈભવનગર સોસાયટીમાં ભીમાણી અલ્પાબેન વિશાલભાઇનાં ઘરે ડેઈલી બૉનસની ટીમ પહોંચી હતી. જ્યા તેને અલ્પાબેન સાથે ગેમ રમી હતી. અલ્પાબેન કોલીફ્લાઈંગ રાઉન્ડ અને કમફર્ટ રાઉન્ડ પાર કરી ફાઈનલમા પહોંચી ગયા હતા. જેમાં તેને પ્રશ્નોનાં સાચા જવાબ આપી રૂ.10.000નું પ્રાઇઝ મેળવ્યુ હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા અલ્પાબેન બન્યા હતા. જે સમગ્ર મોરબી માટે ગૌરવની વાત છે. આ એપિસોડ ટૂંક સમયમાં રિલિઝ થશે.

- text