હડમતિયા ગામે પ્રદુષણ ફેલાવતી સાબુની ફેકટરી સિલ કરવામાં આવી

- text


છેલ્લા અેક વર્ષથી લડત ચલાવતા ખેડુત ખાતેદારોને અંતે ન્યાય મળ્યો

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે સર્વે નં ૧૨૬/૩ માં ગ્રામપંચાયત અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી વિના ધમધમતી પ્રદુષણ યુક્ત ” ઉમિયા સોપ” નામની સાબુની ફેકટરી ધણા સમયથી ચાલતી હોવાથી આજુબાજુના ખેતરમા આ કેમિકલ યુક્ત પ્રવાહી કુવામાં રિચાર્જ થઈ જતું હોવાથી વાવેલ પાક બળીને ભષ્મ થઈ જતો હોવાની લેખિત ફરીયાદ હડમતિયાના ખેડુત ખાતેદારોઅે ટંકારા મામલતદારશ્રી તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-મોરબી ને કરી હતી. આ અંગે મિડિયા સવિસ્તાર અહેવાલ પ્રકાશિત થતા તંત્ર દોડતું થયું હતું. અંતે કાગળ પરની તમામ પ્રક્રિયા પુર્ણ કરી તા.૧૩/૯ ૨૦૧૭ ના રોજ મોરબી કલેકટર સાહેબશ્રીની સુચનાથી ટંકારા મામલતદાર કલાસવા સાહેબશ્રી, સર્કલ અોફિસર બી.અેસ. પટેલ સાહેબશ્રી તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-મોરબી ના અધિકારીઅો સ્થળ પર પહોચીને ઉત્પાદક કરતી તમામ મશીનરીને સિલ કરવામાં આવી હતી. આ પ્રદુષણ યુક્ત સાબુની ફેકટરીને ખેત ખાતેદારોની હાજરીમાં સિલ મારવામાં આવતા જગતના તાતમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

- text

- text