મહેન્દ્રનગર ચોકડી પાસે બે કલાકથી ટ્રાફિકજામ : ગાડીઓની લાંબી લાઈનો લાગી

- text


સવારથી મોરબીમાં ઠેર ઠેર ટ્રાફીક જામ

મોરબી : મોરબીમાં આજે વહેલી સવારથી ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે. મહેન્દ્રનગર ચોકડી અને માળીયા હાઇવે પર કોઇ કારણોસર આજ વહેલી સવારથી ટ્રાફિક સર્જાયો છે. જેમાં ગાડીઓની લાંબી કતારો લાગી છે. બે કલાકથી વધારે સમય થયો છતાં હજી સુધી ટ્રાફિક કલીયર નથી થયો.મહેન્દ્રનગર ચોકડી પર કોઇને કોઇ કારણોસર દરરોજ ટ્રાફિકની સમસ્યાઓ રહે જ છે. જેના કારણે લોકો પોતાના કામ પર સમયસર પહોંચી શકતા નથી.જેના કારણે અનેક ગાડીઓ બે કલાકથી વધુ સમયથી રોડ પર લોકો ફસાયા છે. જયારે તખ્તસિંહજી રોડનું કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે. જેથી બધું ટ્રાફિક પરા બજાર રોડ પર ડાઇવર્ટ કરાતા પરબજાર, વીશી ફાટક સહિતની જગ્યાએ હેવી ટ્રાફિકના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે મોરબી શહેરમાં ટ્રાફિકને કેન્ટ્રોલ કરવા ટ્રાફિક પોલીસ કામે લાગી છે.

- text

- text