નર્મદા યાત્રા : હિરાપર અને કલ્યાણપર અને સાવડી સહિતના ગામોમાં ભાજપ આગેવાનોને ઉગ્ર રજૂઆત

- text


ટંકારા: આજે સતત ત્રીજા દિવસે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઠેર-ઠેર હાર્દિક પટેલના સમર્થકો દ્વારા નર્મદારથયાત્રા દરમિયાન ભાજપ આગેવાનોનો ઘેરાવ કરી હાર્દિક પટેલની ધરપકડ સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી.

- text

આજે ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય બાવનજી મેતલિયા સહિતના ભાજપના આગેવાનો જ્યારે હીરાપર અને કલ્યાણપર સાવડી સહિતના ગામોમાં પહોંચ્યાં ત્યારે પાસના સમર્થકોએ રથને ગામમાં આવતો અટકાવી હાર્દિકની ધરપકડ કેમ કરી,પુર હોનારત વખતે ક્યાં ગયા હતા,તૂટેલા રસ્તા રીપેર થતા નથી અને ગામમાં નર્મદાની કેનલો આવી નથી તો પછી આ નર્મદારથને આવકાવરવાનો મતલબ શુ ?
વધુમાં ગ્રામજનો અને પાસના કન્વીનર સહિતના આગેવાનોએ પ્રજાના પૈસે તાયફા બંધ કરવા માંગણી કરી સરદારના નામ સાથે જોડાયેલ નર્મદા યોજનાના પ્રચાર માં સરદારનો ફોટો જ ન હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તકે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક પણ જરી હતી.

- text