મોરબીમાં મુશળધાર વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

- text


વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ શહેરને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા

મોરબી : મોરબી શહેરમાં મંગકવારે સાંજે 5 વાગ્યા પછી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે સાંબેલાધાર કહી શકાય તેવો જોરદાર વરસાદ શરૂ થયો હતો. 20 ફૂટ આગળ પણ ન જોઈ શકાય તેવો વરસાદ પડી રહ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ જાણે શહેરને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સતત અડધો કલાક સુધી સાંબેલાધાર વરસાદથી મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણકે મુખ્ય રસ્તાઓ પણ જાણે નદીના વહેણ બન્યા હોય તેમ પાણીથી ભરાઈ ગયા હતા. આટલો જોરદાર વરસાદ કદાચ આ સિઝનમાં પ્રથમ વાર પડ્યો હોવાનું મનાય છે. હાલ વરસાદનું જોર થોડું ઘટતા લોકો અને તંત્ર એ રાહતનો દમ લીધો હતો. જોકે સાંજે 6 વાગ્યે પણ વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ રહ્યો હતો. અને વરસાદની સાથે જ મોરબી સમગ્ર શહેરમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- text

મોરબી જિલ્લામાં સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચેની ઇમેજમાં આપેલી છે.

- text