બિઝનેસ ડેવલોપમેન્ટ માટે યુ.કે ઇન્ડિયા કાઉન્સિલ સાથે ટાઈઅપ કરશે સીરામીક એસોસિએશન

- text


વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો ના પ્રમોશન દરમિયાન મહત્વની ચર્ચા વિચારણા

મોરબી:મોરબીની સિરામિક પ્રોડકટનું યુ.કે.માં વેચાણ વધે તેવા ઉમદા હેતુથી યુ.કે.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ સાથે સીરામીક એસોસિએશનએ હાથ મિલાવ્યો છે.

મોરબી સીરેમીકસ એસો. ના પ્રમુખશ્રી કે. જી. કુંડારીયાએ યુકે મા લંડન ખાતે યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સી.ઇ.ઓ.મી.રિચાર્ડ હેલ્ડ અને બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર મી.માઈકલ બેન્સન સાથે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના પ્રમોશન માટે મુલાકાત લીધી હતી.

- text

આ તકે તેઓ સાથે વિસ્તૃત વિચાર વિમર્સ કરી. તેમના મેમ્બરો મોરબીના ઉદ્યોગ સાથે ટેક્નિકલ ટાઇઅપ અને સેલ્સ ટાઇઅપ કરીને વેપાર વધારી શકે તેમ છે.
જેથી તેમના વધુમાં વધુ સભ્યો એકઝીબીશનની મુલાકાત લે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી.

યુકેની એક અગ્રેસર સંસ્થા સાથે મુલાકાત દરમિયાન કે.જી. કુંડારીયા સાથે પ્રમોશન સીઈઓ મહેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહયા હતા.

- text