મોરબી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં માનવ મહેરામણ ઉમટયો

- text


થીમ બેઝ પંડાલમાં વતાનુકૂલિત માહોલ: બાળકોમાં આકર્ષણ જમાવતા અવનવા પક્ષીઓ : મહાઆરતીનો લાભ લેતું કૅપશન ગ્રુપ

- text

મોરબી:મોરબીના રામોજીફાર્મ ખાતે યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં બાળકો માટે રાખવામાં આવેલ ડક,પેરોટ,કોકાટીલ,અને લવબર્ડ સહિતના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે,ઉપરાંત બાળકો માટે અલાયદો ગેમઝોન પણ બનાવવામાં આવતા દિનપ્રતિદિન માનમ મહેરામણ ઉમટી રહ્યો છે ગઈકાલે અંદાજે ૧૭૦૦૦થી વધુ લોકોએ દર્શનનો લાભ લીધો હતો
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના લીલાપર રોડ ખાતે રામોજી ફાર્મ ખાતે યોજાયેલ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં ગઈકાલે ૧૭૦૦૦થી વધુ માનવ મેદની ઉમટી પડી હતી,સાંજે મહાઆરતીમાં કૅપશન ગ્રુપના અરુણભાઈ સીતાપરા,હરીશભાઈ ભલોડિયા,મુકેશભાઈ લિખિયા તથા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પી.એ.જે.પી.જેસવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં ગણેશોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે દિવસે દિવસે ભાવિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મહોત્સવમાં થીમ આધારિત ડેકોરેશન અને ભાવિકજનોની સુવિધાની તમામ બાબતોનો ખ્યાલ રાખી પંડાલમાં વાતાનુકૂલ માહોલ માટે એરકુલર ગોઠવી જરાપણ અવ્યવસ્થા ન સર્જાઈ તેનો ખાંસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
દરમિયાન મોરબીમાં પ્રથમ વખત જ યોજયેલ ગણેશ માહાત્મ્ય કથામાં આજે સિદ્ધિવિનાયક મહામંત્રના મહત્વ સમજાવી કથાકાર ડો.દિલીપજી પૈજા દ્વારા ગણેશ ઉપસનાનું કથન સમજાવ્યું હતું.
દરમિયાન ગણેશોત્સવમાં બાળકો માટે ખાસ ગેમઝોન ઉભો કરવાની સાથે-સાથે બાળકો માટે ખાસ ડક,કોકાટીલ,પેરોટ અને લવબર્ડ્સ તેમજ રેબિટ લાવવમાં આવ્યા છે જેના કારણે બાળકોને અનોખો આનંદ મળી રહ્યો છે.

- text